Sardar Patel & Sri Aurobindo about United India after Partation of India

Sardar Patel & Sri Aurobindo about United India after Partation of India


સરદાર પટેલ અંતિમ સમય સુધી ભારતની અખંડિતતા અને એકતાને બચાવવા કાર્યરત રહ્યા. ભારતના વિભાજન એક હકીકત બની ચુકેલ તે દુ:ખમાંથી તેઓ ઉભરી ન શક્યા. તેમના લાગતું હતુ કે આપણે એક અને અવિભાજિત છીએ એ વાસ્તવિકતા ભાગલાથી નષ્ટ થઈ જશે. 

“સમુદ્ર કે નદીઓના કંઈ ભાગ પાડી શકાતા નથી. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તેમનાં મૂળિયાં, એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.”

વિભાજન બાદ સરદારે કહ્યું :

“મને યાદ આવે છે કે કેવી રીતે વર્ષોની યાતનાઓ ભોગવી અને લાંબી લડત આપ્યા પછી ભારતે વિદેશી શાસનના પાયા હલાવી સ્વાતંત્ર્ય મેળવ્યું. દરેક કે જેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો તે દરેક એવા વિચાર સાથે જોડાયા હતા કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તાસ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સંનિષ્ઠ ઇચ્છાથી કરેલ કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છા પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતા, જ્યારે તેઓને એમ ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલાં બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.”

સરદાર પટેલે જે આશા વ્યક્ત કરેલ કે ભારત પાકિસ્તાન એક થશે તેને સંલગ્ન ભવિષ્યવાણી દુરંદેશી મહાયોગી શ્રી અરવિંદ, કે જેઓ દેશભક્ત સંત હતા અને તેઓ માનતા કે છેવટે તો સહુ છુટા પડેલા ટુકડા તેની મૂળ માતૃભૂમિ પાસે પાછા આવશે અને એક એવું સંગઠિત ભારત રચાશે જેનું સહુ જતન કરશે.

ઓલ ઇંડિયા રેડિયો અને પ્રસારણની વિનંતીને માન આપી ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની રાતે ભારતીય સ્વાતંત્ર્યનો ઉદય થવાના પ્રસંગે આપેલ સંદેશામાં મહાયોગી શ્રી અરવિંદે કહ્યું:

“ભારત આજે સ્વતંત્ર છે પણ એણે એકતા નથી સાધી. જૂના હિંદુ અને મુસ્લિમ એવાં કોમી વિભાજનો હવે દેશના કાયમી રાજકીય વિભાજનમાં પરિણમીને વધુ સખ્ત થયાં છે. એવી આશા રાખવાની રહે છે કે આ સમજૂતીને કાયમને માટે વાસ્તવિકતા ગણીને સ્વીકારી લેવામાં ન આવે.આપણે એવી ખેવના રાખીએ કે આ અસ્વીકર સહજ રીતે ઉદ્ભવે, ન ફક્ત શાંતિ અને સુમેળભરી સંવાદિતાની વધતી જતી આવશ્યકતાના પરિણામ સ્વરૂપે પરંતુ... એકસરખા સત્કાર્યો અને તે સારૂ જરૂરી સંસાધનોના સર્જનની જરૂરિયાતને લીધે પણ..”

મહાયોગીએ આશા વ્યક્ત કરતા કહ્યું કે :

“ભારત પુન:સંગઠિત થશે, કોઈ પણ સ્વરૂપે કદાચ તે રાજકીય વહીવટના કારણોસર એક થાય.” ગમે તે હેતુસર, ગમે તે રીતે, વિભાજન દૂર થવું જ જોઈએ; એકતા હાંસલ કરવી જ જોઈએ અને થશે જ કારણ કે ભારતના ઉજ્જ્વળૅ ભવિષ્ય માટે તે અત્યંત અનિવાર્ય અને આવશ્યક છે.”

મહાયોગી શ્રી અરવિંદે ડો. કે. એમ. મુંશી કે જેઓ તેમના બરોડા કોલેજના વિદ્યાર્થી અને આજીવન પરમ અનુરાગી હતા તેમને કહ્યું હતુ કે 

“પાકિસ્તાન તેના સર્જનના પચ્ચીસ વર્ષમાં જ વિભાજિત થશે.” 

અને વાસ્તવમાં પાકિસ્તાનની રચાના પચ્ચીસમાં વર્ષના ડિસેમ્બર ૧૯૭૧માં બાંગ્લાદેશ અલગ પડતા તે આગાહી સાચી પડી હતી.

Reference : સરદર પટેલ અને ભારતીય મુસ્લિમો - રફીક ઝકરિયા

Photo Courtesy : AuroSociety


VANDE MATARAM

 

Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement

No comments:

Post a Comment



Subscribe

Enter your email address:

Delivered by FeedBurner