What is Nationality? | રાષ્ટ્રીયતા એટલે શું? | राष्ट्रीयता क्या है?- Gandhiji

What is Nationality? | રાષ્ટ્રીયતા એટલે શું? | राष्ट्रीयता क्या है?- Gandhiji


“રાષ્ટ્રીયતા એટલે શું? એ આપણે સમજી લેવાની જરૂર છે. આપણે આપણા દેશની મુક્તિ ઇચ્છીએ છીએ; પણ એ, કોઈને દુ:ખ દઈને અગર કોઈને શોષીને, અગર કોઈની માનહાનિ કરીને નહિ. મારા માટે તો હું એટલું કહું કે હિંદુસ્તાનની સ્વતંત્રતા, ઈંગલેંડને અગર અંગ્રેજોને નેસ્તનાબૂદ કરીને જ મેળવી શકાતી હોય તો મારે એ જોઈતી નથી. મારે મારા દેશ કાજે સ્વતંત્રતા જોઈએ છે તો એટલા માટે કે બેજા દેશો મારા દેશમાંથી કાંઈ શીખે, અને આ દેશની સમૃધ્ધિનો સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ થાય. હું જો પ્રાંતીયતામાં પડું તો ગુજરાતી તરીકે મારો નાશ જ થાય. પણ જો હું ગુજરાતને કોઈ કાર્ય માટે પસંદ કરુ તો તે એટલા માટે કે એ, આખા હિંદને માટે હોમાવા તૈયાર થાય. રાષ્ટ્રીયતાનો મારો ખ્યાલ એ છે કે મારો દેશ એવો સ્વતંત્ર થાય કે એ આખી દુનિયા માટે હોમાય, આમાં જાતિદ્વેષને સ્થાન જ નથી. હું ઇચ્છું છું કે આપણા સૌની રાષ્ટ્રીયતા એવી બને.” – ગાંધીજી

[મહાદેવભાઈની ડાયરી, પુસ્તક–૮, પૃષ્ઠ નં : ૩૦૨, પ્રકાશક: સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ – અમદાવાદ]


"राष्ट्रीयता क्या है? हमें इसे समझने की जरूरत है। हम अपने देश की मुक्ति चाहते हैं; लेकिन वह, किसी को चोट पहुँचाने से, किसी का शोषण करने से नहीं, किसी को बदनाम करने से नहीं। जहां तक ​​मेरी बात है, तो मैं यह कह दूं कि मैं अगर आजादी अंग्रेजों को खत्म करके ही हासिल की जा सकती है तो मैं इंग्लैंड से भारत की आजादी नहीं चाहता। मैं अपने देश के लिए स्वतंत्रता चाहता हूं ताकि दूसरे देश मेरे देश से कुछ सीख सकें, और इस देश की संपत्ति का उपयोग सभी मानव जाति के कल्याण के लिए किया जा सके। यदि मैं प्रांतवाद में पड़ गया, तो मैं एक गुजराती के रूप में नष्ट हो जाऊंगा। लेकिन अगर मैं किसी काम के लिए गुजरात को चुनूं तो वह पूरे भारत के लिए लड़ने के लिए तैयार हो जाएगा। मेरा राष्ट्रवाद का विचार यह है कि मेरा देश स्वतंत्र हो ताकि वह पूरी दुनिया का घर बन जाए, उसमें जाति-घृणा का कोई स्थान नहीं है। मैं चाहता हूं कि हमारी सभी राष्ट्रीयताएं ऐसी ही हों। - गांधीजी

[महादेवभाई की डायरी, पुस्तक -8, पृष्ठ संख्या: 302, प्रकाशक: साबरमती आश्रम सुरक्षा और स्मारक ट्रस्ट - अहमदाबाद]


VANDE MATARAM

 

Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement

No comments:

Post a Comment



Subscribe

Enter your email address:

Delivered by FeedBurner