અસહકારની ચળવળ – નટવરલાલ દવે (પાટીદાર મેગેઝીન – નવેમ્બર ૧૯૫૨)

અસહકારની ચળવળ – નટવરલાલ દવે (પાટીદાર મેગેઝીન – નવેમ્બર ૧૯૫૨)



લોકમાન્ય ટિળક મહારાજના મૃત્યુ બાદ મહાત્માજીએ એક કરોડ રૂપિયાનું ટિળક સ્વરાજ્ય ફંડ કરવાનું જાહેર કર્યુ, તે માટે ગામે ગામ સભાઓ ભરવામાં આવે અને દરેક માણસ પોતાની શક્તિ મુજબ એ ફાળામાં મદદ કરે તેવી વિનંતી કરવામાં આવતી. આ સભાઓ કરવા માટે મણિલાલ કોઠારી પણ દરબાર ગોપાળદાસને ત્યાં ઉતારો કરતા અને તે સમયે મહાત્માજી બાબતે ચર્ચાઓ થતી. દરબાર ગોપાળદાસ સાહેબે પોતાની પ્રજાને જણાવેલ કે જ્યારે પણ મહાત્મા વઢવાણ પધારે ત્યારે જવાનું અને લોકો ગયા પણ ખરા. પરંતુ દરબાર સાહેબે પોતે શું કરવું તે સવાલ ઉત્પન્ન થયો. સરકાર સાથેના કરારથી બંધાયેલ તાલુકદારોએ તો વફાદાર જ રહેવુ જોઈએ, પરંતુ દરબાર સાહેબના ખમીર અને ઉછેરમાં ફેર હતો. તેમના જીવન સંસ્કારોએ તો તેમનામાં સ્વતંત્રતાના બીજ રોપેલા હતા. તેમણે નિર્ણય લેવામાં જરા પણ વાર ન લગાડી અને મહાત્માના દર્શન કરવા વઢવાણ જવા રવાના થઈ ગયા. વઢવાણ મોહનભાઈ બેરિસ્ટરને ત્યા ઉતારો કર્યો હતો. અને દરબાર સાહેબે મોહનભાઈને પોતાની વઢવાણ યાત્રા વિશે જણાવ્યું. મોહનભાઈએ તો દરબાર સાહેબને સ્પષ્ટ શબ્દોમાં ના કહી. પરંતુ દરબાર સાહેબના અંતરને તેઓ ઓળખતા ન હતા. મોહનભાઈની દરબાર સાહેબ સાથેની ચર્ચાથી તેઓ દરબાર સાહેબના નિર્ણયમાં ફેરફાર ન કરી શક્યા. આથે તેમણે ગિજુભાઈ અમૃતલાલ શેઠને તથા અન્યોને મળવા બોલાવ્યા પરંતુ પરિણામ શુન્ય જ રહ્યું. દરબાર સાહેબના મતે આવો મહાન પુરુષ પોતાના ઘર આંગણે આવે અને મારી પ્રજાને તેમના દર્શનાર્થે મોકલુ અને હું ન જાઉ તો એનાથી બીજી નામોશી કઈ? આખરે બધાને લાગ્યુ કે દરબાર સાહેબ નહી માને એટલે એક વચ્ચે નો રસ્તો કાઢ્યો અને કહ્યુ તમારે તમારા દરબારી પોશાકમાં નહી પરંતુ કોટ, ધોતિયુ અને મેંગ્લોરી ટોપીમાં જવું જે માટે દરબાર સાહેબ સંમત થયા.

સભા સમયે દરેકે એક અંધારાવાળી જગ્યા પસંદ કરી બેઠા જેથી દેખાય નહી! મહાત્માજીનું ભાષણ થયું અને ફાળા માટે આહ્વાન થયું અને દરેક પોત પોતાની રીતે શક્તિમુજબ ફાળો આપે તેવી આશા સાથે સ્વંય સેવકો ઝોળી લઈને ફરશે. દરબાર સાહેબે મોહનભાઈ અને અન્યો પાસેથી ઝોળીમાં આપવા માટે પૈસા માગ્યા એટલે મોહનભાઈ અને અન્ય મિત્રોએ કહ્યુ આપણી શરત હતી કે શાંતિથી બેસી રહેવુ અને સભા બાદ પરત જવુ. એટલે દરબાર સાહેબે કહ્યું કે આપણે ક્યાં એવું જાણતા હતા કે આમ ફાળા માટે આહ્વાન થશે. અને થાય તો ખાલી હાથે જવું શોભે પણ નહી. મિત્રોએ સલાહ આપી કે સ્વયંસેવક આવે એટલે ખાલી મૂઠ્ઠી વાળી ઝોળીમાં હાથ નાખવો એટલે એમ લાગે કે આપણે કાંઈક આપ્યું અને આમ બચી જવાશે. દરબાર સાહેબ કહે એવી છેતરપીંડી કરવાની શી જરુર. અને દરબાર સાહેબના દિલમાં દેશદાઝ અને દેશપ્રેમની આગ લાગેલી એટલે તેમણે પોતાના પગે પહેરેલી હીરા જડેલ બેડી ઝોળીમાં પધરાવી. સ્વ્યંસેવક આવી ચળકતી વસ્તુ જોઈને તરત મહાત્મા પાસે ગયો અને વાત કરી. મહાત્માએ તે વસ્તુ હાથમાં લઈ સભાને સંબોધી બોલ્યા : આ વસ્તું આપનાર ભાઈ મારી પાસે આવે. પરંતુ સભામાંથી કોઈ જવાબ ન આવ્યો. બાપુજી એ ફરીથી પુછ્યું એટલે દરબાર સાહેબ ઊભા થઈ કહ્યું કે મારે ત્યાં આવવું છે પણ આ બધા મને ત્યાં આવવા દેતા નથી. દરબાર સાહેબને સ્ટેજ પાસે બોલાવી મહાત્માએ તેમના વિશે માહીતી લીધી અને તેમને ધન્યવાદ આપ્યા. 


VANDE MATARAM

 

Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement

No comments:

Post a Comment



Subscribe

Enter your email address:

Delivered by FeedBurner