ચરોતરનો રમત મહોત્સવ
અંગ્રેજી અમલને લીધે પ્રજા અંગ્રેજોનું આંધળું અનુકરણ કરવામાં ગળાડૂબ હતી. ભારતીય રમતો ભુલી લોકોએ પરદેશી રમતોને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યુ હતુ. સન ૧૯૨૦માં ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ચરોતરમાં દેશી રમતોને પ્રાધાન્ય અપાય તે હેતુથી ચરોતર વ્યાયામ વીર સંમેલનની શરૂઆત થઈ. વચ્ચે વછે સ્વાતંત્ર્યની લડત આવે ત્યારે આ સંમેલન બંધ રહેતું, બાકી દર વર્ષે આ હરીફાઈ યોજાતી હોય છે. ડિસેમ્બરમાં આ સંમેલનમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેના આંકડા જોતા તો લાગે કે ચરોતરે રમત ગમત ક્ષેત્રે સારી પ્રગતિ થઈ રહી છે. સન ૧૯૪૧માં આ હરીફાઈમાં કુલ ૬૮૦ હરીફોએ ભાગ લીધો હતો. અને વર્ષ ૧૯૫૫માં વિદ્યાર્થીઓની હરીફાઈમાં કુલ ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની હરીફાઈમાં ૬૪૫ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાત આણંદ તાલુકાની પ્રાથમિક શાળા વ્યાયામ સંમેલનમાં ૧૨૦૦ જેટલી સંખ્યા હતી. મુંબઈ સરકારે આખા રાજ્યમાં આવી હરીફાઈઓ યોજાય, એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય ક્રીડા મહોત્સવની યોજના કરી. જેમાં પહેલાં જ મહોત્સવમાં ચરોતરના ભાઈ બહેનો કુલ મળીને ૬૨૫ હરીફોએ ભાગ લીધો. આમ ચરોતર-ગુજરાત ક્ષેત્રે પણ કેળવાઈ રહ્યું હતું તેમ કહી શકાય.
સંદર્ભ : પાટીદાર
મેગેઝીન – ૧૯૫૫ – અંક ૪ – પાન નં ૫૩
Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement
No comments:
Post a Comment